All
મુંબઈ માં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા પાણી - Heavy rains in Mumbai flooded many areas at Saturday Night
AKSHAY
19 July 2021
19 July 2021
મુંબઈ માં શનિવારે જોરદાર વરસાદ જોવા માં આવ્યો.વરસાદ ને કારણે મુંબઈ ના અગલ - અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
મુંબઈ માં 18 જુલાઈ 2021 ના રાતોરાત વરસાદ ની ગતિ તીવ્ર જોવા મળી હતી.લોકો ના ઘર માં પાણી ભરાઈ ગયા હતા.તેમજ વરસાદ ને કારણે મુંબઈ ના અગલ - અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
જળ શુદ્ધિકરણ સંકુલમાં ભારે વરસાદના નુકસાન થતા મુંબઈ માં પાણી પુરવઠો ખોરવાયો.મુબઈ માં 50% કાપ સાથે પાણી આપવામાં આવ્યું.લોકો ને પાણી ગરમ કરી પીવે તેવી માહિતી આપવામાં આવી છે.વરસાદ ને કારણે મુંબઈ ની લોકલ ટ્રેન સેવા ને અસર પહોંચી.
હવામાન વિભાગે રવિવાર બપોર ૧ વાગ્યે રેડ અર્લટ ચેતવણી આપી હતી.જેમા મુંબઈ માં 24 કલાક ના સમયગાળામાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડે તેવા સંકેત આપવામાં આવ્યો હતો.
હવામાન વિભાગ ની આગાહી મુજબ મુંબઈ અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.જો ગુજરાત ની વાત કરીએ તો હવામાન વિભાગે ની આગાહી મુજબ હળવો થી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
જો તમને અમારી આ ખબર સારી લાગે તો લાઈક જરૂર કરજો.Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે આ 'ગુજરાતી ચટાકો' પેજ ને લાઈક અને શેર જરૂર કરો.
Share on WhatsApp
તમારા મનપસંદ સમાચાર
Post a Comment
0 Comments